સરદાર પટેલ કો-ઓ.ક્રેડિટ સોસાયટી લિ.નો ઇતિહાસ
બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સોસાયટીની સંસ્થાની સ્થાપનાને ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને સંસ્થાએ પચ્ચીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ચોવીસ વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપનાંનો મુળ ઉદેશ બારડોલી નગર તથા સંસ્થાનાં કાર્યક્ષેત્રમાં રહેતાં લારીવાળા, ટોપલો લઇને શાકભાજી વેચવાવાળા જેઓ પોતે ઉંચા વ્યાજે, વ્યાજ ખોરો પાસેથી પૈસા લઇ પોતાનો ધંધો કરી પેટીયુ રળતા હતા. આ વાત અચાનક સંસ્થાનાં સ્થાપક પ્રમુખ સ્વ.પ્રબોધભાઇ નાયક તથા સ્થાપક ઉપપ્રમુખ સ્વ.પ્રેમજીકાકાનાં કાન ઉપર પડી. આ લોકો રોજનું જેટલુ કમાતા તેનાં ૫૦ ટકા ઉપર તો વ્યાજમાં આપી દેતા. ત્યાર બાદ સ્વ.પ્રબોધભાઇ નાયક, સ્વ.પ્રેમજીકાકા, તથા શ્રી હર્ષદભાઇ મૈસુરીયાએ ભેગા મળી ચર્ચા કરી કે આ સામાન્ય લોકો માટે કંઇ કરવું જોઇએ ? શ્રી હર્ષદભાઇ મૈસુરીયાએ એક નવી સહકારી મંડળી ચાલુ કરવાનું સુચન કર્યુ.
testimonials